બ્લોગ બનાવવાની રીત
બ્લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ચાર). તમારા બ્લોગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્લોગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિંક્લિક કરો.
મેનુંબાર કેવી રીતે બનાવશો?
બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.

- સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
- હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
- તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
- બ્લોગ ટેબ્સ પર ક્લિક કરો.
- ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
- પૃષ્ડો પર ક્લિક કરો.
-
- ચિત્રમાં બતયવ્યા પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટ, કલર, સાઇઝ વગેરે બદલો.
* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?
આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.