(૧) ભારતીય બંધારણ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦નાં રોજ
અસ્તિત્વમાં આવ્યું.


(૨) ભારતીય બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ
ડો.બી.આર.આંબેડકર હતાં.


(૩) રાષ્ટ્રાય ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર
વર્ષે મતાધિકાર મળે છે.


(૪) પ્રજાસત્તાક
ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.


(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-પહોળાઇનું પ્રમાણ
૩ : ૨ નું હોય છે.


(૬) ચૂંટણી પછી સત્તા પર આવતી સરકારની મુદત પાંચ
વર્ષની હોય છે.


(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને હોદ્દા ને
ગુપ્તત્તાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.


(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ
ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું ફરજિયાત છે.


(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ
સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.


(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ કોમ્પ્ટ્રોલર &
ઓડિટર જનરલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.


(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ
કરવા માટે લોકસભાના કુલ એક દશાંશ
સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.


(૧૨) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર
રાષ્ટ્રપતિ છે.


(૧૩) ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્ર
સાદ હતાં.


(૧૪) ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ
વાસુદેવ માવળંકર હતાં.


(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને હોદ્દાના અને
ગુપ્તતાના શપથ સુપ્રેમ કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.


(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ
વર્ષની હોય છે.


(૧૭) ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર
ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.


(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.


(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે વર્ષે
નિવૃત્ત થાય છે.


(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને
રાજ્યસભાની બનેલી હોય છે.


(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૫
વર્ષની હોવી જરુરી છે.


(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ વર્ષની હોય છે.


(૨૩) એક રુપિયાની નોત ઉપર
નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.


(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય
એટર્ની જનરલ હોય છે.


(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદાની રુએ
ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.


(૨૬) ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ
સૌથી વધુ છે.


(૨૭) હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક
રાષ્ટ્રપતિ કરે છે.


(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર
સરોજિની નાયડું છે.


(૨૯) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ
ઇ.સ.૧૯૬૨માં થૈ.


(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ
બેંકના ગવર્નરની સહી હોય છે.


(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ
રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.


(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ જો રાજીનામું આપવું હોય
તો તે ઉપ-રાષ્ટ્રપતિને આપે છે.


(૩૩) રાષ્ટ્રપતિ અને
ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ
કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.


(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ
હોય છે.


(૩૫)
રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે
ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષની હોવી જરુરી છે.


(૩૬) ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક
૫૪૩ છે.


(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.


(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ
ટકા સભ્યોની જરુર પડે છે.


(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય)ની કુલસંખ્યા-બેઠક
૨૬ છે.


(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.


(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન ફાળવવાનું કાર્ય
ચૂંટણી પંચ કરે છે.


(૪૨) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય
પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.


(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ પાસે બે-
તૃત્યાંશની બહુમતિનાં બળે પદ ઉપરથી દૂર કરી શકે છે.


(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ અઢાર ભાષાને
માન્યતા આપવામાં આવેલી છે.


(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ
આરા હોય છે.


(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ ખાસ
દરજ્જો આપવામાં આવ્યો છે.


(૪૭) ભારત સરકારના બંધારણીય
વડા રાષ્ટ્રપતિ ગણાય છે.


(૪૮) ભારતના બંધારણ મુજબ વહીવટી વડા તે
વડાપ્રધાન ગણાય છે.


(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ
રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા ધરાવે
છે.


(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત એંગ્લો-
ઇંડિયન એ બે
સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ કરી શકે
છે.



Post a Comment

 
Top