ક્રેડીટ સુઇસના હેડ ઇકવીટીની આગાહીઃ મોટાભાગના કર્મચારીઓ ગાડી લઇ શકશે એટલો પગાર વધશે !: ૧લી જાન્‍યુઆરી ર૦૧૬થી અમલઃ મોંઘવારી પણ ફુંફાડા મારવા લાગશે
   
નવી દિલ્‍હી તા.ર૯ : ૭માં વેતનપંચમાં સરકારી કર્મચારીઓનુ વેતન ૪૦ ટકા સુધી વધી શકે છે તેવુ કહેવુ છે કે, નિલકંઠ મિશ્રાનું કે જેઓ ક્રેડીટ સુઇસના હેડ ઇકવીટી છે.
 
વેતનપંચ પોતાની ભલામણો ટુંક સમયમાં સરકારને કરનાર છે. તેમણે કહ્યુ છે કે, વેતનપંચની ભલામણોથી પ્રત્‍યેક વ્‍યકિતની આવકમાં ૩૦ થી ૪૦ ટકાન વધારો થશે. જે ગત વખતની જેમ મોટા પ્રમાણમાં નહી હોય કારણ કે તેમાં એરીયર્સ પણ ઘણા હતા પરંતુ એ નક્કી છે કે ભલામણો પછી અનેક કર્મચારીઓનું વેતન એટલુ વધી જશે કે તેઓ ગાડી લઇ શકશે.
 
૭માં વેતનપંચની ભલામણો આવ્‍યા બાદ ભારતીય મધ્‍યમવર્ગના લોકોમાં ખર્ચ કરવાની રીતમાં સુધારો થશે એટલુ જ નહી ત્રણ અને ચાર ટાયરના શહેરોમાં જયાં મધ્‍યમવર્ગનો પ૦ થી ૬૦ ટકા હિસ્‍સો સરકારી નોકરીમાં છે ત્‍યાં રિયલ એસ્‍ટેટ માર્કેટ સૌથી વધુ ઉછળશે.
 
ક્રેડીટ સુઇસના જણાવ્‍યા પ્રમાણે ઓકટોબરમાં વેતનપંચની ભલામણો બાદ કેન્‍દ્ર અને રાજય સરકારોને તેમને લાગુ કરવામાં ૩ થી ૬ મહિના લાગશે. તેઓ જણાવે છે કે, ગુજરાત અને મધ્‍યપ્રદેશ સરકાર ૭માં વેતનપંચની ભલામણો ૧લી જાન્‍યુઆરી ર૦૧૬થી લાગુ કરવાના સંકેતો આપી દીધા છે. સાથોસાથ તેમણે એવી ચેતવણી પણ આપી છે કે, જયારે મધ્‍યમવર્ગની આવકમાં એક વખતમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થશે તો મોંઘવારીનો દર પણ વધવાનો ખતરો ઉભો થશે.

Post a Comment

 
Top